અમારી વેબસાઇટ ઉપર આપનું હાર્દિક સ્વાગત છે.
વૈશ્વિકરણના પગલે-પગલે વિજ્ઞાન અને ટૅકનોલોજીની આંગળી પકડીને ગ્લોબલ વિચારધારા સાથે વિકાસ્ની કેડીએ હરણફાળ ભરતી આ દુનિયામાં સિદ્ધિ અને સમૃદ્ધિ માટે ઉચ્ચ શિક્ષણ અનિવાર્ય બન્યું છે, ત્યારે તેજસ્વી વિદ્યાર્થી ઉચ્ચ શિક્ષણ મેળવી શકે તો તેની કારકિર્દીનાં ઉત્તુંગ શિખરો સમયના ટૂંકા ગાળામા સર કરી શકે તેવો સમય આવ્યો છે. કારણકે દેશ આજે હરિયાળી ક્રાંતિ.... શ્વેત ક્રાંતિ.... આર્થિક ક્રાંતિ.... અને.... સંચાર ક્રાંતિ ના પગલે પગલે શૈક્ષણિક ક્રાંતિના પંથે ઝડપી હરણફાળ ભરી રહેલ છે.
પરંતુ તકલીફ એ છે કે આંતરરાષ્ટ્રીય કક્ષાનું ઉચ્ચ શિક્ષણ હવે એટલું ખર્ચાળ બની ગયુંછે કે લક્ષ્મી વિના સરસ્વતીની આરાધના શક્ય નથી રહી. ઉચ્ચ શિક્ષણની કમરતોડ ફી, સેલ્‍ફ ફાઇનાન્સ કોલેજોના ગન્જાવર ખર્ચ અને અન્ય શૈક્ષણિક ખર્ચના બોજાને કારણે મધ્યમ વર્ગનો તેજસ્વી બાળક ઉચ્ચ શિક્ષણથી એ એમના પરિવાર માટે પીડાજનક અને સમાજ માટે શરમજનક ઘટના છે.
તેથીજ "અમદાવાદના સ્થાનક્વાસી જૈન સમાજનો દરેક બાળક ઓછામા ઓછો ગ્રેજ્યુએટ તો હોવો જ જોઈએ" એવા મક્કમ નિર્ધાર સાથે શ્રી મહાવીર ચેરીટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ સંપ્રદાયના ભેદભાવ વગર અમદાવાદના કોઇપણ સ્થાનક્વાસી જૈન સભ્યોના તેજસ્વી બાળકોના ઉચ્ચ અભ્યાસ માટેની લોન યોજનાનો ઉદ્‍ભવ થયો. ભામાશા ના વારસદાર એવા જૈન દાનવીરો ની સહાયતાથી આ યોજના અંતર્ગત સમસ્ત અમદાવાદના કોઇપણ સ્થાનક્વાસી જૈન સંઘના સભ્યોના તેજસ્વી કુટુંબીજનને ભારતની કોઇપણ માન્ય યુનિવર્સિટીની કોલેજ અથવા પૉલિટૅકનીકમાં અભ્યાસ માટે સંપૂર્ણ કોર્ષ દરમ્યાન કૉલેજની પૂરેપૂરી ફી મહત્તમ મર્યાદા આધારિત લોન સ્વરૂપે આપવામાં આવે છે.
ગુપ્તતાની સંપુર્ણ ખાત્રી સાથે અત્યાર સુધીમાં કુલ ૨૪૫ જેટલા વિદ્યાર્થીઓએ આ યોજનાનો લાભ લીધેલ છે, જે સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે. દાનવીરોના દાનના અવિરત પ્રવાહની મદદથી નાણાંકીય વર્ષ ૨૦૧૦-૧૧ દરમ્યાન રૂ. ૩,૦૦,૦૦૦ ની વાર્ષિક આવક ધરાવતા પરિવારના વિદ્યાર્થી ને કોર્ષ પુરો થાય ત્યાં સુધી વાર્ષિક રૂ. ૩૫,૦૦૦ સુધી ની લોન સહાય નો લક્ષ્યાંક હાંસલ કરેલ છે. જે આપણા સમસ્ત જૈન સમાજ ના દાનવીરોની જાગૃતિનું પરિણામ છે, જેના માટે સંસ્થા સદા તેઓની ૠણી છે.
Videogallery
video
img
શિક્ષિત અને સમૃદ્ધ જૈન સમાજ ના નિર્માણ માટે . . . .


અમે પાંખો ફેલાવીએ છીએ,

અમે આપનો સહકાર ઇચ્છીએ છીએ.


- શ્રી મહાવીર ચેરીટેબલ ટ્રસ્ટ