મુખ્ય રૂપરેખા
  • શ્રીમતી રજનીકાબેન અરુણભાઈ મહેતા ઉચ્ચ અભ્યાસ યોજના.

  • શ્રીમતી ઇન્દીરાબેન નવનીતભાઈ પટેલ તથા
    શ્રીમતી ઉષાબેન હસમુખભાઈ કસ્તુરચંદ હાયર સેકેન્ડરી અભ્યાસ યોજના.


   સહર્ષ જણાવીએ છીએ કે, સમસ્ત અમદાવાદના સ્થાનકવાસી કુટુંબનો વિદ્યાર્થી રકમ ના અભાવે પણ સ્વમાન ભેર, ભણ્યા વગરનો ન રહે અને દરેક વિદ્યાર્થી ઓછામાં ઓછો ગ્રેજ્યુએટ તો થવો જ જોઈએ તેવા મક્કમ નિર્ધાર સાથે કામ કરી રહેલી આપણી આ સંસ્થા છે.

   આને અનુલક્ષીને અને ધો. ૧૧ અને ધો. ૧૨ માં વિદ્યાર્થીઓને પ્રાઇવેટ ટયુશન વગેરેનો ખર્ચ વધતો ગયો છે તે ધ્યાન માં રાખી આપણી સંસ્થાએ વિદ્યાર્થીને આપવાની લોન સહાયની રકમમાં વધારો કર્યો છે. લોન સહાય લેવા પાત્ર કુટુંબની આવક મર્યાદા પણ વધારી છે. કે જેથી કરી વધારે વિદ્યાર્થીઓ આ યોજનાનો લાભ ગૌરવ પૂર્વક લઇ, ભણી શકે.

(૧) ધો. ૧૧ અને ધો. ૧૨ માટે :-
વિદ્યાર્થીના કુટુંબની વાર્ષિક આવક મર્યાદા ૪ વ્યક્તિના કુટુંબની વાર્ષિક આવક મર્યાદા રૂ. ૫,૦૦,૦૦૦/-. કુટુંબના વધારાના સભ્યદીઠ વાર્ષિક આવક મર્યાદામાં રૂ. ૭૫૦૦૦/- નો વધારો કરવો.
ધો.૧૦ (એસ.એસ.સી.) માં ઓછામાં ઓછા મેળવેલ ગુણ
વિજ્ઞાન પ્રવાહ - ૬૦% ગુણ
સામાન્ય પ્રવાહ - ૫૦% ગુણ
શૈક્ષણિક લોન સહાયની રકમ
વધારેમાં વધારે વાર્ષિક રૂ. ૪૦,૦૦૦/-
વધારેમાં વધારે વાર્ષિક રૂ. ૧૫,૦૦૦/-
(૨) કોલેજના અભ્યાસ માટે:-
વિદ્યાર્થીના કુટુંબની વાર્ષિક આવક મર્યાદા ૪ વ્યક્તિના કુટુંબની વાર્ષિક આવક મર્યાદા રૂ. ૫,૦૦,૦૦૦/- કુટુંબના વધારાના સભ્યદીઠ રૂ. ૭૫,૦૦૦/- નો વધારો કરવો.
શૈક્ષણિક લોન સહાયની વાર્ષિક રકમ
ટ્યુશન ફી વાર્ષિક રૂ. ૫૦,૦૦૦/- સુધીની રકમ ના ૧૦૦% - પ્રમાણે.
વધારાની ટયુશન ફી ની રકમ ના ૫૦% પ્રમાણે. પણ મહત્તમ વાર્ષિક લોન સહાયની રકમ રૂ. ૧,૫૦,૦૦૦/-.
(૩) જોબ ઓરીએન્ટેડ કોર્ષ લોન સહાય યોજના :-
    ધો. ૧૦ અથવા / અને ધો. ૧૨ અથવા કોલેજ પછી જરૂરિયાત મુજબ જલ્દી થી વિદ્યાર્થી સારું કમાતો થાય અને કુટુંબ ને સહાયભૂત થઇ પડે તે હેતુ થી ટૂંકા ગાળાના અભ્યાસક્રમોમાં પણ લોન સહાય યોજના શરૂ કરેલ છે. ટૂંક સમય માં આપણા દરેક સંઘોમાં અરજી પત્ર ઉપલબ્ધ થશે , તે માટે પોતાના શ્રી સંઘ નો સંપર્ક કરવો.
    આવા લગભગ ૩૦૦ કોર્સીસ ચાલે છે જેવા કે, જ્વેલરી ડીઝાઇનિંગ , ફેશન ડીઝાઇનિંગ , ઓટોમોબાઇલ અંગે , ગારમેન્ટસ, ફોટોગ્રાફી , કોમ્પ્યુટર સોફ્ટવેર , હાર્ડવેર વગેરે, આવા સ્પેશીયલાઈઝ કોર્ષના અભ્યાસ અંગે પણ લોન સહાય યોજના ચાલુ કરેલ છે જે સૌને વિદિત થાય.

    આવી ઉદાર શરતો કરવાથી અમોને ચોક્કસ આશા છે કે, અમદાવાદનો સમસ્ત સ્થાનકવાસી સમાજ ૧૦૦% સુશિક્ષિત બની શકશે. પરિણામે તમો તમારા કુટુંબનું ભાવી ઉજ્જવળ બનાવી શકશો. આવી આકર્ષક યોજના નો તાકીદે લાભ લેશો.

માહિતી માટે સંપર્ક સૂત્ર :-

C. A. શ્રી મનસુખભાઈ જે. મેદાણી
૩૦૨, "સમૃદ્ધિ", સાકાર-૩ સામે,
સી. યુ. શાહ કોલેજ પાછળ, ઇન્કમ્ટેક્ષ સર્કલ,
આશ્રમ રોડ, અમદાવાદ-૩૮૦૦૧૪
ફોન (ઓ): ૦૭૯ ૨૭૫૪ ૩૮૩૯
(મો): ૯૩૭૭૭ ૮૮૯૯૦
નરેન્દ્રકુમાર રમણલાલ શાહ (મહાદેવીયા)
માંન્શ એન્જીનીયર્સ પ્રા. લી.
૩૦૧-૩૦૩, સોહમ-૨, નવરંગ સ્કુલ છ રસ્તા ,
સી. પી. ચમ્બેર્સ પાછળ, નવરંગપુરા , અમદાવાદ - ૩૮૦૦૧૪
ફોન : ૯૭૩૭૦ ૪૫૫૪૦
ચંદ્રકાંતભાઈ રમણલાલ શાહ
૧૦૮, શિતીરત્ન બીલ્‍ડીંગ,
પંચવટી પંાચ રસ્તા,
અમદાવાદ-૩૮૦૦૦૬
ફોન : ૯૪૨૬૬ ૪૪૯૬૪
img
શિક્ષિત અને સમૃદ્ધ જૈન સમાજ ના નિર્માણ માટે . . . .


અમે પાંખો ફેલાવીએ છીએ,

અમે આપનો સહકાર ઇચ્છીએ છીએ.


- શ્રી મહાવીર ચેરીટેબલ ટ્રસ્ટ