નિયમો
લોન સહાય માટેના મહત્વના નિયમો
૧.૦ લોન સહાય કોને મળે? | |
૧.૧ | લોન સહાય લેનાર વિદ્યાર્થી નું કુટુંબ બૃહદ અમદાવાદમાં ઓછામાં ઓછા એક વર્ષ થી રહેતું હોવું જોઈએ અને બૃહદ અમદાવાદના શ્રી મહાવીર ચેરીટેબલ ટ્રસ્ટના સભ્ય સંઘનું મેમ્બર હોવું જોઈએ. તે માટે સંઘનું સર્ટીફીકેટ જરૂરી છે. |
૧.૨ | સને ૨૦૧૦-૨૦૧૧ ના વર્ષથી એક જ રસોડે જમતા ૪ વ્યક્તીવાળા કુટુંબના કમાતા સભ્યોની સયુંકત વાર્ષિક આવક રૂ. ૩,૦૦,૦૦૦ થી ઓછી હોવી જોઈએ. ચારથી વધુ વ્યક્તિવાળા કુટુંબની વધારાની વ્યક્તિ માટે આવક મર્યાદામાં વ્યક્તિ દીઠ રૂ. ૭૫,૦૦૦ ઉમેરવા અને આવક મર્યાદા તે મુજબ થતી મહત્તમ રકમની અંદર હોવી જોઈએ. દા.ત. પાંચ વ્યક્તિનું કુટુંબ હોય તો રૂ. ૩,૭૫,૦૦૦ અને ૬ વ્યક્તિનું કુટુંબ હોય તો રૂ. ૪,૫૦,૦૦૦ આવક મર્યાદા ગણવી. |
૧.૩ | કલમ નં. ૧.૨ માં જણાવ્યા મુજબ એક કુટુંબ માં એક થી વધુ વિદ્યાર્થીને લોન સહાય લેવાની હોય તો તે કુટુંબની સંયુક્ત વાર્ષિક આવક ૧.૨ માં જણાવ્યા કરતા રૂ. ૭૫,૦૦૦ વધારે ગણવી. |
૧.૪ | લોન સહાય લેનાર વિદ્યાર્થી સમગ્ર ભારતની કોઈ પણ માન્ય યુનીવરસિટીની સંલગ્ન કોલેજ માં , કોલેજમાં ફૂલટાઈમ ચાલતા વર્ગમાં અભ્યાસ કરતો હોવો જોઈએ. |
૧.૫ | લોન સહાય લેનાર વિદ્યાર્થીને કલમ ૧.૪ આધારિત કોઈ પણ અભ્યાસક્રમમાં ઍડમિશન મળ્યા ના પુરાવા સામે આપવામાં આવે છે. |
૨.૦ લોન સહાય કેટલી અને કેવી રીતે મળે? | |
૨.૧ | લોન સહાય માટે શ્રી મહાવીર ચેરીટેબલ ટ્રસ્ટે નિયત કરેલ ફોર્મ ભરવાનું હોય છે અને ફોર્મ માં માંગેલ પુરેપુરી વિગત થી ભરી સાથે ફોર્મ માં જણાવ્યા મુજબ ના પ્રમાણપત્રો સાથે ટ્રસ્ટને મોકલવાનું હોય છે. અરજીપત્ર આપનાં વિસ્તારના નજીકના સંઘમાંથી અગર છેલ્લે જણાવેલ સરનામેથી મળી શકશે. |
૨.૨ | લોન સહાય જે તે અભ્યાસક્રમના પૂરેપુરા અભ્યાસકાળ દર વર્ષે નિયમિત અપાય છે. વિદ્યાર્થીઍ પહેલા જાતે ફી ભરવાની હોય છે અને ફીની પહોંચ સામે અરજીપત્ર માં જણાવેલ સમયે અભ્યાસ માટેની ફીની રકમ આપવામાં આવે છે.વાર્ષિક ફી ની રકમ દર વર્ષે પુરેપુરી અથવા રૂ. ૩૫,૦૦૦ જે રકમ ઓછી હોય તે મુજબ આપવામાં આવે છે. |
૨.૩. | વિદ્યાર્થીઍ યુનીવરસિટી દ્વારા લેવાતી સેમેસ્ટર / વાર્ષિક પરીક્ષા પાસ કરવી અત્યંત જરૂરી છે. આગળના સેમેસ્ટર /વર્ષની ફી પાછલા વર્ષની પાસ થયાની માર્કશીટ અને બીજા વર્ષની ફીની પહોંચ રજુ કરેથી આપવામાં આવે છે. |
૨.૪. | વિદ્યાર્થીના કુટુંબે સ્થાનકવાસી જૈન સમાજની કોઈ પણ એક વ્યક્તિ કે જે ઉપર જણાવ્યા મુજબના કોઈ પણ એક સંઘના મેમ્બર હોય તેમની પાસેથી અરજી પત્રકમાં સામેલ લખાણ મુજબનો ગેરેંટી પત્ર આપવાનો રહે છે. |
૩.૦ લોન સહાય કેવી રીતે પરત કરવી? | |
૩.૧ | વિદ્યાર્થીનો અભ્યાસ પૂરો થયેથી વિદ્યાર્થી ને એક વર્ષ સ્થિર થવા આપવામાં આવે છે. નોકરી મળેથી અગર ૧ વર્ષ પૂરું થયેથી વિદ્યાર્થીએ ટ્રસ્ટ સાથે બેસીને નક્કી કર્યા મુજબના હપ્તાના ચેકો તેણે લીધેલ લોન સહાયની પૂરી રકમના એડવાન્સ આપવાના રહે છે. |
અરજીપત્રક મેળવવાના સરનામાં | ||
C. A. શ્રી મનસુખભાઈ જે. મેદાણી ૩૦૨, "સમૃદ્ધિ", સાકાર-૩ સામે, સી. યુ. શાહ કોલેજ પાછળ, ઇન્કમ્ટેક્ષ સર્કલ, આશ્રમ રોડ, અમદાવાદ-૩૮૦૦૧૪ ફોન (ઓ): ૦૭૯ ૨૭૫૪ ૩૮૩૯ (મો): ૯૩૭૭૭ ૮૮૯૯૦ | નરેન્દ્રકુમાર રમણલાલ શાહ (મહાદેવીયા) માંન્શ એન્જીનીયર્સ પ્રા. લી. ૩૦૧-૩૦૩, સોહમ-૨, નવરંગ સ્કુલ છ રસ્તા , સી. પી. ચમ્બેર્સ પાછળ, નવરંગપુરા , અમદાવાદ - ૩૮૦૦૧૪ ફોન : ૯૭૩૭૦ ૪૫૫૪૦ | ચંદ્રકાંતભાઈ રમણલાલ શાહ ૧૦૮, શિતીરત્ન બીલ્ડીંગ, પંચવટી પંાચ રસ્તા, અમદાવાદ-૩૮૦૦૦૬ ફોન : ૯૪૨૬૬ ૪૪૯૬૪ |

શિક્ષિત અને સમૃદ્ધ જૈન સમાજ ના નિર્માણ માટે . . . .